NVIDIAના CEOનું વધુ એક અફેર ખુલ્યું, કર્મચારી સાથે હોટેલમાં કઢંગી અવસ્થામાં પકડાયા

NVIDIAના CEOનું વધુ એક અફેર ખુલ્યું, કર્મચારી સાથે હોટેલમાં કઢંગી અવસ્થામાં પકડાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દુનિયાની સૌથી મોટી AI ચિપ નિર્માતા કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ એક મહિલા સાથેના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ખુલાસો થયા બાદ હવે કંપનીની જ વરિષ્ઠ મહિલા કર્મચારી સાથેના બીજા અફેરની ચર્ચા શરૂ થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વિવાદને પગલે કંપનીનું બોર્ડ હુઆંગને CEO પદેથી હટાવવા અંગે વિચારણા કરી રહ્યું છે.

હુઆંગનું Nvidiaના હેલ્થકેર વિભાગનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથે પણ અફેર હતું. 48 વર્ષીય પોવેલ 2008થી કંપની સાથે જોડાયેલાં છે અને સીધાં હુઆંગને રિપોર્ટ કરતાં હતાં. માર્ચમાં Nvidiaની GTC કોન્ફરન્સ દરમિયાન બંનેને એક હોટેલમાં કથિત રીતે અંગત સ્થિતિમાં જોવા મળ્યાં હતા. આ ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિ પાસે હુઆંગની સુરક્ષા ટીમે NDA પર હસ્તાક્ષર કરાવ્યાનો પણ અહેવાલ છે. બંને પહેલેથી પરિણીત છે.

જાહેરાત

પહેલાં એલિસ હુઆંગ સાથેના સંબંધોનો ખુલાસો

આ પહેલાં હુઆંગે સિંગાપોરની ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડનાં વરિષ્ઠ અધિકારી એલિસ હુઆંગ સાથેના સંબંધોની કબૂલાત કરી હતી. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ પ્રમાણે, 2024 અને 2025માં તાઇપેઇમાં બંને સાથે જોવા મળ્યાં હતાં. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ એલિસ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હોવાનો પણ અહેવાલ છે. હુઆંગે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી હતી.

બોર્ડની બેઠકમાં લેવાઈ શકે નિર્ણય

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, કંપનીનું બોર્ડ બુધવાર સુધીમાં બેઠક કરીને હુઆંગના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે. જોકે, તેમને હટાવવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર થયો નથી. બીજી તરફ, સંબંધોની માહિતી રોકાણકારોથી છુપાવવાના આરોપ સાથે શેરધારકોએ કંપની સામે કેસ પણ કર્યો છે. આ વિવાદ વચ્ચે Nvidiaના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત