VIDEO: મુંબઇમાં ભારે વરસાદને કારણે મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાઇ, મુસાફરોનું ક્રેનથી રેસક્યૂ કરવામાં આવ્યું
મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ભક્તિ પાર્ક અને મૈસૂર કોલોની વચ્ચે ચાલતી મો
મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ભક્તિ પાર્ક અને મૈસૂર કોલોની વચ્ચે ચાલતી મોનોરેલ અચાનક બંધ થઇ ગઇ હતી. મોનોરેલ એક કલાક કરતા વધુ સમયથી ફસાયેલી રહી હતી.મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાતા તેની અંદર બેઠેલા મુસાફરોને ક્રેનની મદદથી રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
મોનોરેલ સર્વિસમાં ખામી
મુંબઇમાં ચેંબુર અને ભક્તિ પાર્ક વચ્ચે ચાલતી મુંબઇ મોનોરેલ સર્વિસમાં મંગળવાર સાંજે 6:15 ખામી સર્જાઇ હતી. મોનોરેલમાં વિજળીનો પુરવઠો ખોરવાતા મોનોરેલમાં બેઠેલા મુસાફરોએ ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
મુસાફરોએ તરત જ ઇમરજન્સી હેલ્પ માટે બૃહદમુંબઇ નગર નિગમના હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કર્યો હતો. તરત કાર્યવાહી કરતા મુંબઇ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ સ્નોર્કલ વ્હીકલની મદદથી રેસક્યૂ શરૂ કર્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'ટેકનિકલ કારણોસર ચેમ્બુર અને ભક્તિ પાર્ક વચ્ચે એક મોનોરેલ ટ્રેક પર ફસાઇ ગઇ છે. MMRDA, ફાયર બ્રિગેડ અને BMC તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. તમામ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કોઇ પણ ચિંતાની જરૂર નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.'
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વીજળી પુરવઠામાં વિક્ષેપને કારણે 'મૈસુર કોલોની સ્ટેશન' નજીક એક મોનોરેલ ટ્રેન એલિવેટેડ ટ્રેક પર અટકી ગઈ હતી. MMRDA એ કહ્યું, 'અમારી કામગીરી અને જાળવણી ટીમો પહેલાથી જ સ્થળ પર હાજર છે અને શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે.'











