Video: કરજણ નજીક કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ, ચાલક સહિત બે શખ્સોનાં કરૂણ મોત
વડોદરા જીલ્લાના કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર અલ્ટો કારને અકસ્માત નડતા બે શખ
વડોદરા જીલ્લાના કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર અલ્ટો કારને અકસ્માત નડતા બે શખ્સોના મોત નિપજ્યા છે. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા જીલ્લાના કરજણના નારેશ્વર - કુરાલી રોડ પર બકાપુરા ગામ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી અલ્ટો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. કારમાં બંને શખ્સો ભરૂચથી શિનોરના અનસૂયા માતાજી મંદિરે દર્શનાર્થે આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
જાહેરાત








