દિલ્હીમાં પૂરની ચેતવણી: ખતરાના નિશાન ઉપર યમુના;નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા

દિલ્હીમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. હરિયાણામાંથી પાણી છોડવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે વ

દિલ્હીમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. હરિયાણામાંથી પાણી છોડવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે હથિનીકુંડ બેરેજમાં પાણી ભરાઇ ગયું છે. તે બાદ બેરેજના તમામ ગેટ ખોલવામાં આવ્યા છે. 

યમુનાનું જળસ્તર વધ્યું

જાહેરાત

સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાણીના સ્તરમાં વધારો થવાનું મુખ્ય કારણ વઝીરાબાદ અને હાથીનીકુંડ બેરેજમાંથી દર કલાકે મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.  પાણીનું સ્તર વધી શકે છે.

દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધ્યુ

દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. યમુનાનું જળસ્તર 206.85 મીટર પહોંચી ગયું હતું.

દિલ્હીના કેટલાક વિસ્તારમાં પાણી ઘુસ્યુ

યમુના નદીનું જળસ્તર વધતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.યમુના નદીનું જળસ્તર વધતા પાણી કેટલાક વિસ્તારમાં ઘુસી ગયું છે. ટ્રાન્સ-યમુના વિસ્તાર ખાસ કરીને મયૂર વિહાર ફેઝ-1, યમુના બજાર અને નજફગઢ વિસ્તારમાં ઝરોડા કલાં ગામમાં પાણી ઘુસી ગયું છે. 

બનાવની જાણ થતા જ દિલ્હી પોલીસ અને અન્ય બચાવ દળોની ટીમોએ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને નજીકની સરકારી સ્કૂલમાં બનાવવામાં આવેલી રાહત શિબિરમાં શરણ આપી હતી. 

દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી

દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરતા કહ્યું, ઇમરજન્સી પરિસ્થિતિને કારણે સવારે 8.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી આ રસ્તા અને સર્વિસ રોડ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ડબલ્યૂ પોઇન્ટ, એ પોઇન્ટ (ITO ચોક), બહાદુરશાહ જફર માર્ગ, દિલ્હી ગેટ, જેએલએન માર્ગ, રાજઘાટ અને શાંતિ વન ક્રોસિંગ, સલીમગઢ ફ્લાઇઓવર બાયપાસ, MGM, પ્રગતિ મેદાન ટનલથી શાંતિ વન ચોક, વિકાસ માર્ગ અને આઇપી માર્ગ.

આ સમાચાર શેર કરો

જાહેરાત