VIDEO: અમદાવાદમાં અવિરત વરસાદથી જળબંબાકાર, 14 જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિને લઈ AMC

અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિને લઈ AMCએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં અધિકારીઓએ જણાવ્યું છે કે સવારે 6 થી સાંજના 5 વાગ્યા દરમિયાન કુલ 113 મીમી વરસાદ પડ્યો છે. વૃક્ષ ધરાશાયી થવાની 41 ઘટના સામે આવી છે. શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ વરસી શકે છે. 23 જુલાઈએ બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત ગાંધીનગર, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અપડેટ્સ
લાઇવ અપડેટ્સ લોડ થઈ રહ્યા છે…








