VIDEO: વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી રિવરફ્ન્ટ પર લોકોને અવર જવર પર રોક લગાવામાં આવી

શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એ

શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે.

આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. લેટેસ્ટ માહિતી અનુસાર સાબરમતી નદી હવે જોખમી સ્તરથી માત્ર બે ફૂટ દૂર રહી ગઈ છે. એટલે કે સાબરમતી નદીનું જળસ્તર હાલમાં 130 ફૂટ થઇ ચૂક્યું છે. જ્યારે તેનું ભયજનક જળસ્તર 132 ફૂટ માનવામાં આવે છે. રિવરફ્રન્ટ પણ પાણીમાં ડૂબી ગયો છે. ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. વૉક વે પણ પાણીમાં ગરકાવ છે. ફરી એકવાર ખતરનાક જીવ નદીમાંથી બહાર દેખાવા લાગ્યા છે. 

જાહેરાત

રિવરફ્ન્ટ પર લોકોને અવર જવર પર રોક લગાવામાં આવી છે. સાથે સાથે રિવરફ્રન્ટ વોક વે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી વોક વે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે.કોઈને પાણી નજીક જવું નહીં અને સેલ્ફી નહીં લેવાની સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત