VIDEO: પાદરામાં ગઠિયો પાર્ક કરેલું બાઈક લઈને થયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
વડોદરાના પાદરામાંથી ચોરીની અનોખી ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના&n
વડોદરાના પાદરામાંથી ચોરીની અનોખી ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના પાદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુથારીકામ કરીને ગુજરાન ચલાવનાર શખ્સનું વાહન ચોરી કરીને ગઠિયો ફરાર થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે તલસાટ ગામે સુખદેવ ઠાકોરના ઘરમાં કામ ચાલી રહ્યું હતું, શખ્સના ઘરની બહાર લગાવેલા CCTVમાં ચોરીની સમગ્ર ઘટના સામે આવી છે.
પાર્ક કરેલું બાઈક લઈને શખ્સ થયો ફરાર
CCTVમાં સ્પષ્ટપણે દેખાય છે કે ઘરની બહાર એક શખ્સ આવે છે અને બિન્દાસ્ત રીતે પાર્ક કરેલું બાઈક લઈને ફરાર થઈ જાય છે. પોલીસે CCTV ચેક કર્યા બાદ સમગ્ર મામલે ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી છે.
જાહેરાત








