મહિલાની ગુંડાગીરી... પેટ્રોલ પંપ કામ કરતાં કર્મચારીની છાતી પર તાકી રિવોલ્વર: VIDEO થયો વાયરલ

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પેટ્રોલ પંપ પર કામ કરતા સેલ્સમેનની છા

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પેટ્રોલ પંપ પર કામ કરતા સેલ્સમેનની છાતી પર રિવોલ્વર તાકી રહેલી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે સેલ્સમેનની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ છોકરી અને તેના પિતાને કસ્ટડીમાં લીધા અને લાઇસન્સવાળી રિવોલ્વર જપ્ત કરી. જોકે, આરોપીઓને થોડા કલાકો પછી છોડી મૂકવામાં આવ્યા.

CNG ભરતી વખતે કારમાં બેઠેલા લોકોને નીચે ઉતરવાનું કહ્યું

જાહેરાત

પેટ્રોલપંપ પર કામ કરતાં કર્મચારીએ કારમાં CNG ભરતી વખતે કારમાં બેઠેલા લોકોને નીચે ઉતરવાનું કહ્યું ત્યારે ઝઘડો થયો. જેના પર દલીલ બાદ છોકરીએ સેલ્સમેનની છાતી પર રિવોલ્વર તાકી અને તેને ધમકી પણ આપી. આ ઘટનાએ સ્થળ પર હંગામો મચાવી દીધો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અને કર્મચારીની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાહબાદ વિસ્તારનો રહેવાસી એહસાન ખાન રવિવારે સાંજે 6 વાગ્યે તેની પુત્રી સુરીશ ખાન ઉર્ફે અરીબા અને પત્ની હુસ્નબાનો સાથે કારમાં બિલગ્રામ કોતવાલી વિસ્તારના સેન્ડી રોડ પર સ્થિત પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. તે CNG ભરવા માટે આ પેટ્રોલ પંપ પર આવ્યો હતો. CNG ભરતી વખતે કર્મચારી રજનીશ કુમારે તેને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું. જ્યારે તેઓ નીચે ન ઉતર્યા, ત્યારે રજનીશે તેમને જોખમની ચેતવણી આપી અને તેમને નીચે ઉતર્યા વિના કારમાં CNG ભરવાની ના પાડી.

પુત્રી કારમાંથી રિવોલ્વર લાવી

કર્મચારી રજનીશના જણાવ્યા મુજબ, કારમાં રહેલા એહસાન ખાન આ બાબતે તેની સાથે દલીલ કરવા લાગ્યો અને અપશબ્દો બોલવા લાગ્યો. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે એહસાનની પુત્રી અરીબા કારમાંથી રિવોલ્વર લાવીને તેની છાતી પર તાકી હતી. એવો આરોપ છે કે અરીબાએ કર્મચારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં, પેટ્રોલ પંપ પર હાજર લોકોએ કોઈક રીતે પરિસ્થિતિ શાંત કરી.

અરીબાએ કર્મચારી પર રિવોલ્વર તાકી હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. હવે, આ કેસમાં, પોલીસે કર્મચારીની ફરિયાદ પર એહસાન ખાન, તેની પુત્રી અને પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ જેવી કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેમને નોટિસ ફટકારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત