Video: દિવાળી વેકેશન બાદ અમદાવાદ શહેરના મુખ્ય બજારોમાં સન્નાટો છવાયો

સોર્સ: gstv

દિવાળીના પવિત્ર તહેવારો બાદ હાલ અમદાવાદ શહેરના બજારોમાં એક અલગ જ શાંતિ અને સન્નાટો જોવા મળી રહ્યો છે, જ્યાં સામાન્ય દિવસોમાં વાહનોની ભીડથી ધમધમતા મુખ્ય માર્ગો સાવ સુમસામ બન્યા છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ કરીને તહેવારોની રજાઓ માણી રહ્યા છે, જેને પગલે પાંચકુવા કાપડ માર્કેટ, ન્યુ ક્લોથ માર્કેટ, લાલ દરવાજા, રિલીફ રોડ, સી.જી. રોડ અને શાહીબાગ સહિતના તમામ મુખ્ય વેપારી વિસ્તારોમાં દુકાનોના શટર બંધ જોવા મળી રહ્યા છે. હાલ વેપારીઓ પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા છે અને હવે આગામી લાભ પાંચમ કે સાતમના શુભ મુહૂર્તે ફરીથી પોતાના ધંધાના શ્રીગણેશ કરશે. તહેવારોના આ દિવસોમાં બજારો ભલે શાંત હોય, પરંતુ અક્ષરધામ અને રિવરફ્રન્ટ જેવા પ્રવાસન સ્થળો પર લોકો રજાઓની ભરપૂર મજા માણી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત