હવે ચાની ચૂસકી પણ પડશે મોંઘી!, દૂધ-ખાંડના ભાવ વધતાં ટી-સ્ટોલ સંચાલકો ચાના ભાવ વધારે તેવી ભીતિ

હવે ચાની ચૂસકી પણ પડશે મોંઘી!, દૂધ-ખાંડના ભાવ વધતાં ટી-સ્ટોલ સંચાલકો ચાના ભાવ વધારે તેવી ભીતિ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

મોંઘવારીનો માર હવે સામાન્ય માણસની સવારની ચા પર પણ પડવાની શક્યતા છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2થી ₹4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ ખાંડના ભાવ પણ વધ્યા છે. દૂધ અને ખાંડ બંનેના ભાવમાં થયેલા વધારાને પગલે સામાન્ય જનતાના ઘરખર્ચનું બજેટ ખોરવાવાની ભીતિ ઊભી થઈ છે.

ગ્રાહકોના ખિસ્સા પર પડશે વડધું બોજ

ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં દૂધ અને ખાંડના ભાવવધારાની અસર ચાની લારીઓ, હોટલો અને નાસ્તાની દુકાનો પર જોવા મળી શકે છે. ચા બનાવવા માટે જરૂરી બંને મુખ્ય સામગ્રી મોંઘી થતાં ચાની લારીઓ અને હોટલ સંચાલકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સંચાલકો ચાના ભાવમાં વધારો કરે તો તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે.

જાહેરાત

એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ રોજિંદા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે સામાન્ય માણસ માટે સવારની ચાની ચૂસકી પણ મોંઘી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત