Video: બારેજામાં સોસાયટીના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા

સોર્સ: gstv

અમદાવાદના દસકોઈ તાલુકાના બારેજામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે..જેણે પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. બારેજાના વોર્ડ નંબર ૬ માં આવેલી મારુતિ સોસાયટીમાં દિવાળીના તહેવારો નિમિત્તે પોતાના બંધ મકાનો મૂકીને બહારગામ ફરવા ગયેલા પાંચ પરિવારોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. રાત્રિના સમયે તસ્કરો સોસાયટીમાં ત્રાટક્યા હતા અને પાંચેય મકાનોના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીઓ ફેંદી નાખી હતી. ઘરમાં રાખેલી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પરિવારો બહારથી પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત