Video: અમરેલીના દેવરાજીયામાં ભવ્ય રામામંડળનું આયોજન

અમરેલી તાલુકાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના માદરે વતન દેવરાજીયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય રામામંડળ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તોરણિયા ગામના જાણીતા રામામંડળના કલાકારોએ પોતાની આગવી કલાથી આખ્યાનમાં રંગ જમાવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત








