Video: અંકલેશ્વરમાં છઠ્ઠ મહાપર્વ માટે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય પરિવારો પરંપરાગત પર્વ છઠ્ઠ પૂજાની તૈયારીઓમાં જોતરાયા છે. છઠ્ઠ પૂજાને હવે ગણતરીના દિવસો બાકી રહેતા ગડખોલ, સારંગપુર, કોસમડી, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં પૂજા સ્થળોની સફાઈ અને સુશોભનની કામગીરી શરૂ કરવામાં આવી છે. નહેર અને કુંડની સફાઈ કરાવી પૂજા માટેની બેડીઓ બનાવવાની સાથે તેનું રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. છઠ્ઠ પૂજામાં મહિલાઓ કઠોર વ્રત રાખીને વહેતા પાણીમાં ઊભા રહી અસ્ત પામતા અને ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરશે. સંતાનોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઉત્તર ભારતીય પરિવારો આ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરશે.
જાહેરાત







