Video: પાલીતાણાના ભંડારિયા ગામના હત્યા કેસના આરોપીને પોલીસ જાપ્તામાં ગંભીર ઇજા

પાલીતાણાના ભંડારિયા ગામે યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ જાપ્તા દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સવારે હોસ્પિટલમાં પોલીસ જાપ્તા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલના પહેલા માળેથી નીચે પડતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, નીલમબાગ પોલીસ અને જેસર પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








