Video: છોટા-ઉદેપુરના નસવાડીથી જબુગામના ૧૩૦૦ કરોડના નેશનલ હાઈવેના કામમાં ભ્રષ્ટાચારની આશંકા, હલકી ગુણવત્તાના કોંક્રિટના આક્ષેપ

સોર્સ: gstv

છોટા-ઉદેપુરના નસવાડીના ધામાસિયાથી જબુગામ સુધીના આશરે ૨૮ કિલોમીટર લાંબા નેશનલ હાઈવે નંબર ૫૬ના નિર્માણમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના કોંક્રિટનો ઉપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાના કામમાં વપરાતા કોંક્રિટના માલને પાણીમાં નાખતાં જ તેમાંથી સિમેન્ટ તુરંત છૂટો પડીને ધોવાઈ ગયો હતો, જેનાથી તેની ગુણવત્તા સામે મોટા સવાલ ઊભા થયા છે. ખાસ કરીને કેનાલ પાસે બની રહેલા નાના પુલ અને પાઇપ નાખવાની કામગીરીમાં પણ આ જ રીતે મનસ્વી વહીવટ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત