Video: અન્ય જ્ઞાતિમાં લગ્નની ઈચ્છાથી પિતાએ કરી પુત્રીની હત્યા, પોલીસે કરી ધરપકડ

આણંદ જિલ્લાના ખંભાતમાં દિવાળીના પર્વે જ પિતા દ્વારા પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાનિયા પટેલની હત્યાના આરોપસર પોલીસે તેના પિતા કૌશલ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાનિયા અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, જેને લઈને પિતા નારાજ હતા. હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. તપાસમાં પિતાની સંડોવણી સામે આવતાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત








