VIDEO: બનાસકાંઠાના દાંતામાં મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહત
બનાસકાંઠાના દાંતા તાલુકામાં બપોર બાદ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે

બનાસકાંઠાના દાંતા તાલુકામાં બપોર બાદ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં રાહતની લહેર છવાઈ ગઈ. ગરમી અને ઉકળાટથી ત્રાસી રહેલા લોકોને વરસાદે ઠંડક આપી છે. વરસાદ સાથે વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. દાંતા શહેરના બજારોમાં પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદની શરૂઆત થઈ હતી. ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી છે.
જાહેરાત








