Gujarat news: રાજ્યના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ

ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો

Gujarat news: રાજ્યના  9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ

ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તબક્કાવાર રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 9 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

શહેર

તાપમાન (ડિગ્રીમાં)

શહેર

તાપમાન (ડિગ્રીમાં)

ડીસા

38.4

અમરેલી

37.1

અમદાવાદ

38.0

ભુજ

37.0

રાજકોટ

38.0

કંડલા

37.0

વડોદરા

37.4

સુરત

36.4

ગાંધીનગર

37.4

નલિયા

36.0

ભાવનગર

35.0

દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી

જાહેરાત

હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 4 માર્ચ થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેવા સંકેત છે. જેના કારણે લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત