Video: માતા-પિતાની અવગણના કરતા સંતાનો સામે સામાજિક જવાબદારી નિભાવવાની હર્ષ સંઘવીએ કરી અપીલ

સોર્સ: gstv

મહેસાણાના વિજાપુર તાલુકાના રણાસણ ખાતે શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક વ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા સંતાનો સામે લાલબત્તી ધરી છે. હર્ષ સંઘવીએ અપીલ કરી કે જે સંતાનો પોતાના માતા-પિતાનું ધ્યાન રાખતા નથી, તેમને ગામના સામાજિક પ્રસંગોમાં આમંત્રણ ન આપવું જોઈએ. આવા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવાની દિશામાં પણ સમાજે વિચારવું જોઈએ તેવો હુંકાર તેમણે કર્યો હતો. કાળી મજૂરી કરીને સંતાનોને મોટા કરનાર માતા-પિતાની અવગણના કરવી એ ગંભીર સામાજિક પ્રશ્ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત