Video: વડોદરાના લીમડાના મુવાડામાં દીપડાની લટાર, મોબાઈલ કેમેરામાં વીડિયો કેદ

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર તાલુકાના લીમડાના મુવાડા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડાએ દેખા દેતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ લટાર મારતા દીપડાના દ્રશ્યો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. છાલીયેર અને આસપાસના પંથકમાં દીપડાની હાજરીથી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ વનવિભાગ દ્વારા આ જ વિસ્તારમાંથી બે દીપડાઓને કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરી દીપડો દેખાતા વનવિભાગ દ્વારા પાંજરું મૂકી તેને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જાહેરાત








