Video: સ્પાઈસ જેટમાં ઘેરૂ બન્યું આર્થિક સંકટ

દેશની ટોચની એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે..અને હવે આ સંકટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું છે. દુબઈ એરપોર્ટ પર ૩૫ કરોડ ૮0 લાખ રૂપિયાનું દેવું બાકી હોવાથી ચેક-ઇન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. દુબઈ એરપોર્ટે ૧૪ મિલિયન દિરમની ચુકવણી ન થવાને કારણે ૧૨ નવેમ્બરથી આ કાર્યવાહી કરી છે અને ભારત આવતી-જતી કેટલીક ઉડાનો રદ કરવી પડી છે..આ સ્થિતિમાં દિવાળીના વેકેશન સમયે જ સ્પાઈસ જેટમાં ભારતથી દુબઈ જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે..સ્પાઈસ જેટની રોજની ૧૫ થી ૨૦ ઉડાનો રદ થઈ રહી છે..આ કંપનીના માત્ર ૧૨ વિમાનો અત્યારે કાર્યરત છે તેમજ કર્મચારીઓને સમયસર પગાર ન મળવાના અહેવાલો પણ સામે આવ્યા છે.. સપ્ટેમ્બર ૨૦૨૫ના ત્રિમાસિક ગાળામાં સ્પાઈસ જેટને ૬૨૧ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું અને કુલ આવકમાં પણ ૧૩ પોઈન્ટ ૪ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો..આ સ્થિતિમાં ફ્લાઇટ્સ સમયસર ન મળવા, વિલંબ થવા અને નાણાકીય ભીંસને કારણે એરલાઇનની દૈનિક કામગીરી ભારે દબાણ હેઠળ ચાલી રહી છે.







