Video: જૂનાગઢના સરદાર દરવાજા પાસે ડિમોલેશન, 6 કરોડની જમીન દબાણમુક્ત કરવાની કાર્યવાહી

સોર્સ: gstv

જૂનાગઢના સરદાર દરવાજા નજીક વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 1425 સ્ક્વેર મીટર જમીન પર થયેલા દબાણને દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ પણ આપવામાં આવી હતી. ડિમોલેશન દરમિયાન મનપા, પોલીસ, ફાયર વિભાગ, વીજ કંપની અને વહીવટી તંત્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંદાજે 6 કરોડ રૂપિયાની જમીન દબાણમુક્ત કરવાનું તંત્રનું આયોજન છે. જોકે, કોંગ્રેસના કોર્પોરેટરે મોટા માથાઓના દબાણ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરી આઠ દિવસમાં દબાણો દૂર નહીં થાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત